a-la-carte
રાડ, ચીસ કે ચિત્કાર
જોરથી ઉઠેલા અવાજની પાછળ
કંઈ કેટલીયે લાગણીઓ હોય છે
ગુસ્સો, વ્યથા કે હતાશા...
પોતાનાથી, પોતાનાઓથી, કે દુનિયાથી..
દરેક ઉંચો ઉઠેલો અવાજ
કંઈ અપમાન કરવાની રાડ જ નથી હોતો
ક્યારેક,
ચુપકીદી ના સમજાવી શકાય ને
ત્યારે,
એ નિશબ્દ વ્યથા પણ ચીસ બની જાય
એવું પણ થાય!!
દરેક રાડ
કંઈ ચુપ કરાવવા જ ના હોય,
રાડારાડીમા ફક્ત ગુસ્સો જ ના પણ હોય,
એ ચિત્કાર
ચુપકીદી નું જ કોઈ બીજું સ્વરૂપ હોય,
એવું પણ હોય!
મારી રાડ ચીસ ને ચિત્કાર
હું જ છું,
એટલો જ હું
કે જેટલો મારી ચુપકીદીમાં કે મારી કવિતામાં હોવ છું.
જો મારી કવિતાને
ને મારી ચૂપકીદીને સમજો છો
તો મારી ચીસોને પણ સમજોને!
શું કરું,
હું આ લા કાર્ટ* માં ઉપલબ્ધ નથી!!!
* a-la-carte
Comments
Post a Comment