શોધું છું

 અતીતના અંધકારમાં ઉજાળું શોધું છું

કંટકશૈયામાં હું કંઈક સુંવાળું શોધું છું

વડવાનળ સળગે છે સદા મુજ હૈયામા

ખુદમાં જ કોઈ બિંદુ હુંફાળું શોધું છું

આંખ, મન, વિચારો આદી થઇ ગયા છે

શ્વેત અંતઃપટ પર કંઈ કાળું શોધું છું

ઈશના નામે તરી જતા હોય છે પથ્થર

એજ આશાએ ભાવી અજવાળું શોધું છું

 

Comments

  1. ઈશના નામે તરી જતા હોય છે પથ્થર

    એજ આશાએ ભાવી અજવાળું શોધું છું
    saras saras

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન