જીંદગી આમ જ તો જીવાય છે

 

ખીલેલી કરમાઈ છે અને

વળી પાછી કોળાય છે

જીંદગી આમ જ તો જીવાય છે

 

થોડી થોડી હરખાય છે,

ને ઘડી ઘડી શરમાય છે

ઉંમર, સગપણ, સંબંધોથી,

તાલ મિલાવતી ગભરાય છે

જીંદગી આમ જ તો જીવાય છે

 

હાલકડોલક મહેલ પત્તાનો,

ને સપનાઓ ય કડડભૂસ

સાવ તળિયે, ખતમ અસ્તિત્વ,

ને શૂન્યમાંથી સર્જાય છે

જીંદગી આમ જ તો જીવાય છે

 

ગઈકાલની અસર રહી ગઈ

એમાં આજની કસર રહી ગઈ

આવતીકાલને સુધારવામાં

રોજ મારી ખર્ચાય છે

જીંદગી આમ જ તો જીવાય છે

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન