વિચારજો

કોની લડાઈ લડો છો? વિચારજો

ઉભરો છો કે પડો છો? વિચારજો

 

સતત કહેતા ને કરતા રહો છો કઇ

ખોવાવ છો કે જડો છો? વિચારજો

 

બંને બાજુએ ફરતી હોય છે ચાવી

વસાવ છો કે ઉઘડો છો? વિચારજો

 

ગાય ને ભાઈ, બેઉ મર્યા’તા ક્યાંક!

તમે કોના માટે રડો છો? વિચારજો

 

આકરું ચડવું, ને ઉતરવું ય છે કઠીન

કેવા કેવા ડુંગરે ચડો છો? વિચારજો

 

સમય આવે બધું બદલાય ‘અજબ’

તમે પાકો છો કે સડો છો? વિચારજો

 

 

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન