અમે નાનકડી સોય

 

તમારી અને અમારી તે કંઈ સરખામણી હોય?

તમે બાવન ગજનું કાપલડું,અમે નાનકડી સોય!

ધજા બની ને ઉડતા રહેશો, ઝબલા બની પહેરાશો

જતે દા'ડે તો ઘસાઈ જાશો, અમે ત્યાં ના ત્યાં જ હોય

તિજોરીમાં તો તમે મ્હાલો, અમ ડાબલા કેરા ઘર

ખરે ટાણે પૂછો જ છો ને, 'આ મુઈ ને કોઈએ જોઈ?


સંગેમરમરની આ સાહ્યબી તારી કોઈ લેખે નો લાગે

અમારી ગરજ કોણ સારશે?  જયારે કાંટા આપે ભોંય

સોંસરવા નીકળતા રહીશું અમે, જયારે કે'શો ત્યારે

પોરવવાનું ને જોડવવાનું જ, દોરાથી પ્રીત ના હોય

દોરા પરોવી દોતા રહીએ, અશ્વ સમ છે અમ જીવન

હારજીત, ભાત ચાંદલડાની, અમને શી ખબર હોય?

 

Comments

Popular posts from this blog

સુગરી

શોધું છું

ડર