જીંદગી હવે બદલાવ માંગે છે

 

પ્રવાસમાં કોઈ વળાંક માંગે છે

જીંદગી હવે બદલાવ માંગે છે  

ભાગતા રહ્યા, ઉધારી સમજથી

અંતરનો સાદ ઠહેરાવ માંગે છે  

કારણો, લક્ષ્યો, ને યોગદાનથી

પર હોય તેવા પહેરાવ માંગે છે

અસહ્ય થયું, આ મહોરાળા હોવું

નિજનું દર્શન સરેઆમ માંગે છે 

વાત ક્ષમતાઓની ક્યાં કરે છે

એ તો આંતરિક ઘેરાવ માંગે છે

ભરાતું નથી પીલ,સ્કુલર,ઓશોથી

'અજબ' મન તો ગઝ્લાવ માંગે છે

 

Comments

Popular posts from this blog

સુગરી

શોધું છું

ડર