ના પણ હોય

 

જન્મજન્માંતરનો સંબંધ,આપણું એ તારણ ના પણ હોય

હું ખુશ છું ને તારે સંગ! આનંદનું તું કારણ ના પણ હોય


સાથે જીવવાનું હોય પ્રેમમાં, એકબીજા પર મરવાનું નહિ

સંગાથે સહન કરીશું, બધીયે પીડાનું મારણ ના પણ હોય

 

સથવારો ને છુટકારો, જે જે માંગ્યું એ આપ્યું જ છે ને તને

ગમતાં જીવને અણગમતા જીવનનું ભારણ ના પણ હોય

 

પ્રગાઢ આસ્થાની જરૂર છે એમાં, ભલે ભક્તિ હોય કે પ્રેમ

તું છે તો ઈશ્વર છે જ, કર્યો અવતાર ધારણ ના પણ હોય

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન