કાંચળી

કરમની ને ધરમની

જાતની ને નાતની   

રાજ્ય, ભાષા, બોલીની

દેશ, વેશ અને ઝોલીની  

ઉંમર, અનુભવ, વડપણની

દોસ્ત, સંબંધી, સગપણની  

શિક્ષણ, ભણતર, ગણતરની

ને મોટા મકાનના ચણતરની   

આગળ લાગતા હોદ્દાની ને 

પાછળ લાગતી ડિગ્રીઓની  

અજાણ્યે ઉઠાવેલી કીરતારોની

ને જાણ્યે ભજવેલા કીરદારોની

અભિમાન કરાવતી બુદ્ધિની 

ને અળગા કરતી શુદ્ધિની

 

ઉતારી દેવાની 

સમય આવ્યે ને સમજ આવ્યે

એક પછી એક

કાંચળી ઉતારી દેવાની 

અને , બસ 

સરકતા રહેવાનું !! 


 

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન