એ લોકો
ફોરેન દેશના ગોરા ગોરા, એ લોકો
આફ્રિકાન જેવા હબસી કાળા, એ લોકો
ચિંકા, ચીની, ચૂંચી આંખવાળા, એ લોકો
પ્લેનમાં ફરતા પૈસાવાળા, એ લોકો
માંસ, મચ્છી ખાનાવાળા, એ લોકો
તબલીકી જમાતના જિહાદવાળા, એ લોકો
મોટા શહેર મુંબઈ પુનાવાળા, એ લોકો
અમદાવાદની પોળ-ચાલીવાળા, એ લોકો
શાકવાળા, કરીયાણાવાળા, એ લોકો
શહેરથી પાછા ગામડે આવતા, એ લોકો
ખાલી પેટે ફૂટપાથે માસ્ક વગરના, એ લોકો
એ એરિયા, ઓલા ઝોન વાળા, એ લોકો
રેડ, ઓરેન્જ, ગ્રીન, માઈક્રોવાળા, એ લોકો
સગા સંબંધીને ઓળખાણવાળા, એ લોકો
બાજુની ને સામેની સોસાયટીવાળા, એ લોકો
આપડી સોસાયટીના પેલા બ્લોકવાળા, એ લોકો
આપણા બ્લોકના પેલા માળવાળા, એ લોકો
આપણા માળના પેલા ફ્લેટવાળા, એ લોકો
આપણા ઘરના પોતાનું ધાર્યું કરવાવાળા, એ લોકો
મારી જ અંદરના મારું ન માનવાવાળા, એ લોકો
આ બીમારી તો એ લોકો ને જ થાય
આપણને નો થાય !
Comments
Post a Comment