વાતો


દૃષ્ટિની વાતો, સૃષ્ટિની વાતો

હાલની વાતો, કાલની વાતો

 

આની, તેની, ને પોતાની વાતો

અંદરની અને બહારની વાતો

સાવે સાવ બેકારની વાતો

અર્થસભરના સારની વાતો

 

ઝગમગાટની,

સરસરાટની,

ફરફરાટની,

ચરચરાટની,

અને ફડફડાટની વાતો

 

અણગમતી ઝંઝાળની વાતો

ના કરેલી સંભાળની વાતો

પાણી પહેલાની પાળની વાતો

 

ચડવાની અને પડવાની વાતો

ખોવાવાની અને જડવાની વાતો,

પાકવાની અને સડવાની વાતો

હસવાની અને રડવાની વાતો

 

મીઠા કડવા સ્વાદની વાતો

વાદ ને વિવાદની વાતો

દાદ ને અપવાદની વાતો

દલીલોના કોલાહલમાં

શુન્યસ્થ સંવાદની વાતો

 

વાતો !!

બોલાયેલા સ્વરની વાતો

નિશબ્દ કવિવરની વાતો

વાતો !!

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન