નિ:શબ્દ 3
નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે, બેસબબ બેમંઝીલ જાવું છે મારે
ત્રસ્ત છું સતત શબ્દોના ટોળાંથી, ચુપકીદીથી હવે ચીલ્લાવું છે મારે
નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે!
જૂની એ ધૂનને ગુનગુનાવા દો, નવા ગીતથી નથી ઓળખાવું મારે
મનમોજીલો થઇ દિલથી જીવવું, ખુબ વિચારીને નથી સરજાવું મારે
નિશબ્દ ગાવું ને બેમંઝીલ જાવું, આ અલગતાનો ભ્રમ ક્યાં સુધી?
મારું કહીશ ને તારું સમજીશ, દિવ્યતાથી નથી ભરમાવું
નથી છુપાવું, 'આજ'ના બુરખામાં કાલની ય આંખોને દેખાવું છે મારે
નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે!
બસ જોયા કરું તને, એવું થયા કરતું મને, પણ હવે વાત અલગ છે
હું આટલી બધી કેમ ગમું તને? મનમાં રમતો તારો સવાલ અલગ છે
પ્રેમ ને હું શબ્દોથી બોલી કેમ કરી સમજાવું?
હાથોમાં હાથ, શ્વાસોમાં શ્વાસ, તારા આગોશના અંધકારથી અંજાવું છે મારે
નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે, બેસબબ બેમંઝીલ જાવું છે મારે
ત્રસ્ત છું સતત શબ્દોના ટોળાંથી, ચુપકીદીથી હવે ચીલ્લાવું છે મારે
નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે!
Comments
Post a Comment