નિ:શબ્દ 2

 

જૂની એ ધૂનને ગણગણવા દો, નવા ગીતથી નથી ઓળખાવું મારે

આત્મમોજી ને દિલથી જીવવું, ખુબ વિચારીને નથી સરજાવું મારે

 

નિ:શબ્દ ગાવું ને બેમંઝીલ જાવું, આ પરમતાનો ભ્રમ ક્યાં સુધી?

મારું કહીશ ને તારું સમજીશ, અલૌકિકતાથી નથી ભરમાવું મારે

 

થાક્યો આપણી ચડસાચડસીથી, ચાલ, નવી ઘોડી ને નવો દાવ 

તારું તું જાણે, મેં તો નક્કી કર્યું, તને વગોવીને નથી ઉભરાવું મારે

 

સ્વીકાર છે હુંફાળો પ્રેમ તારો, મારો એવો એટલો જ રીટર્ન ગીફ્ટ

ખાતર,પાણી ને એકધારો તાપ, બેદરકારીથી નથી કરમાવું મારે

 

કાલની કથામાં ને કાલની વ્યથામાં આજ ક્યાં 'ખોવાણો અજબ'

હાલ, હાલને હળીએ મળીએ, સમય છું ! બહુ નથી ખર્ચાવું મારે

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન