નિ:શબ્દ 1

 

નિ:શબ્દ શ્વાસોથી ગાવું છે મારે

બેસબબ બેમંઝીલ જાવું છે મારે

 

ત્રસ્ત છું સતત શબ્દોના ટોળાંથી

ચુપકીદીથી હવે ચીલ્લાવું છે મારે

 

નથી છુપાવું 'આજ'ના બુરખામાં

કાલની ય આંખોને દેખાવું છે મારે

 

સફળતાના મદથી છકી ગયો છું હું

કોઈ ભૂલ બતાવો, શરમાવું છે મારે

 

 નથી ઈચ્છા જોતો રહું સદાય તને

આગોશી અંધકારથી અંજાવું છે મારે

 

શ્વાસ, પ્રેમ ને વિચારોય અર્પણ તને

કે તુજને પામી, 'અજબ' થાવું છે મારે

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન