બોરડી
મહાનગરની સવાર,
કૈક અનેરી કૈક અલગ
બગીચામાં ચાલતા ભાગતા નવજુવાન અને ઘરડા
એમની રફતાર જોઈ એવું લાગે જાણે કે
અહીંથી જ બસ કે મેટ્રો પકડીને
ટાઈમે ઓફીસ ના પહોચવાનું હોય?!
સોસાયટીના દરવાજે મધર ડેરી પરથી
અવિરત ખરીદાતા દૂધ અને બ્રેડ..
દસેક વરસનો છોકરો
દિવસો જુનું મફીનનું પેકેટ
નવું નવું ખરીદી, પેકેટ રેપર તરત જ ફેકી ને
એવી લિજ્જતથી માનવા માંડ્યો જાણે
આખી રાતનું પેટ, અને કૈક દિવસોથી મન
ભૂખ્યું ના હોય !
નાના ભૂલકા..જાગતા ઊંઘતા
કરચલી વાળી ઊંઘ પર
ઈસ્ત્રીટાઈટ યુનિફોર્મ પહેરીને
એકદમ સરખી લાગતી બસોમાંથી
પોતપોતાની બસમાં બેસતા જતા..
ભાગાદોડની સ્થિરતાને છોડી,
મારા બાળપણને યાદ કરતો
ચાલવા માંડ્યો, ત્યાંજ
એક બોરડી અને તેના બોર પર નજર પડી
મહાનગરી આધુનિકતાની રફતાર વચ્ચે
જીવંતતાની એહસાસ થયો
ત્રીસ પાંત્રીસ વરસ પહેલા
આવી જ કોઈ બોરડીના બોર તોડતા
વાગેલો કાંટો..
હૃદયમાં અને શરીરમાં કૈક
અનુભવાયું!!!
Comments
Post a Comment