દીવાલો

 

દીવાલો

રાતી કાળી લાંબી ટુંકી

સીધી ટટ્ટાર કોઈ ઝુંકી

ઔકાત જેટલી કરે ઉંચી

જેવી જેની રૂચી

બીક ભય ગુમાન વધે તો

માથે વાડ કાંટાળી ખૂંચી

કેમ હોય છે દિવાલ?

 

માલિકીની હદને જોઇને

ખુદની આઝાદી ખોઈને

કેવું કેવું ચર્ચીને ને

કેટ કેટલું  ખર્ચીને

એ જગને લાંધવા કે

આ જગને બાંધવા ?

કેમ હોય છે દીવાલ?

 

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન