આઝાદી

 જયારે

જે કરવું હોય

ત્યારે તે કરવાની છૂટ,

જયારે જે બોલવું હોય

ત્યારે તે બોલવાની છૂટ,

જયારે જે વિચારવું હોય

ત્યારે તે વિચારવાની છૂટ,

 

અને

આ બધાની

કિંમત ચુકવવાની છૂટ

 

 

આટલું તો ખરું

પણ, તે ઉપરાંત

 

જયારે જે ના વિચારવું હોય

ત્યારે તે ના વિચારવાની છૂટ,

જયારે જે ના બોલવું હોય

ત્યારે તે ના બોલવાની છૂટ,

જયારે જે ના કરવું હોય

ત્યારે તે ના કરવાની છૂટ,

 

અને

આ બધાની પણ

કિંમત ચુકવવાની છૂટ.

 

Comments

Popular posts from this blog

સુગરી

શોધું છું

ડર