ઘર
ઘર તો ઘણાના હોય અને
ઘણા એમના ઘરોમાં ખુશ પણ હોય
ઘણા ઘરોમાં ખુબ ખુશી, હુંફ અને શાંતિ હોય
જેનાથી ઘરના લોકો હસતા રમતા મજાથી જીંદગી વિતાવતા હોય
વાતો કરે કે નાં પણ કરે,
કહી શકાય એવું કહે, નહિ તો ના કહેવાની ય છૂટ
સાથે જમે કે રાંધીને જમાડે,
મૂડ હોય ના હોય તો બહારથી મંગાવીને સાથે જમે
ચિત્રો દોરે, વાર્તા વાંચે, ડાયરી લખે, વાર્તા લખે, સંગીત સાંભળે, ફોટા પાડે
કઈ ના કરે, અને નિસંકોચ કલાકો સુધી facebook, twitter કે whatsApp કરે, કે TV જોવે
નાની દીકરી સાથે તેના રૂમમાં જઈને રમે
એક પથારી પર ક્યાંય સુધી ઊંઘ્યા વગર પડ્યા પડ્યા વાતો કરે
સાથે ઉંઘી પણ જાય, ને પછી
ઉઠીને ય ઉભા થયા વગર પડ્યા પડ્યા વાતો કરે,
સુખદુઃખની વાતો કરે, થોડું રડે,
પાણી પી ને ફરી વાતો કરે,
જીંદગી જીવે !!
પણ મને એમ થાય કે શું એને જ ઘરનું હોવું કેહવાય?
મારા ઘરમાં હું અને મારા પરિવારવાળા ખુશ રહેતા હોય
એટલું પૂરતું હોય?
કે ઘર હોવાનું અંતિમ લક્ષ્ય કઈ બીજું, કઈ વધારે પણ હોય?
અમને ગમતા કે અમે જેમને ગમતા હોય તેવા લોકો
જયારે સંકોચ વગર ઘરે આવે, અને
વાતો કરે કે નાં પણ કરે,
કહી શકાય એવું કહે, નહિ તો ના કહેવાની ય છૂટ
સાથે જમે કે રાંધીને જમાડે,
મૂડ હોય ના હોય તો બહારથી મંગાવીને સાથે જમે
ચિત્રો દોરે, વાર્તા વાંચે, ડાયરી લખે, વાર્તા લખે, સંગીત સાંભળે, ફોટા પાડે
કઈ ના કરે, અને નિસંકોચ કલાકો સુધી facebook, twitter કે whatsApp કરે, કે TV જોવે
નાની દીકરી સાથે તેના રૂમમાં જઈને રમે
એક પથારી પર ક્યાંય સુધી ઊંઘ્યા વગર પડ્યા પડ્યા વાતો કરે
સાથે ઉંઘી પણ જાય, ને પછી
ઉઠીને ય ઉભા થયા વગર પડ્યા પડ્યા વાતો કરે,
સુખદુઃખની વાતો કરે, થોડું રડે,
પાણી પી ને ફરી વાતો કરે,
જીંદગી જીવે !!
ઘરમાં રહેતા અને ઘરે આવતા
બંને લોકો જયારે આ બધું કરી શકે
ત્યારે ઘરનું હોવું લેખે લાગે!!
Comments
Post a Comment