કહેવું પડશે

 

કડવું સત્ય કઠણ થઈને કહેવું પડશે

છલકતાં દિલની વ્યથાને વહેવું પડશે

ચુપ હતાં, નાસમજ સંકોચથી કે બીકથી

સમજયા પછી ક્યાં સુધી વંઢેરવું પડશે 

આજ યા કાલ, અહી નહિ તો ઉપર ક્યાંક

ભાગે પડતું ભારણ સૌએ વહેંચવું પડશે

સતપથ પર ચાલ્યો હું એકલો અલગ

કોઈએ તો આ કર્મકફન પહેરવું પડશે

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન