ફૂટપાથો

થાકેલા મનની ચીસોથી સર્જાતો સન્નાટો

જાગે છે અહી રાતો ને ઊંઘે છે ફૂટપાથો 

 

જીવતા રે'વા જીવતી લાશો કેરી અમારી વસ્તી

તરછોડી ને તમે જ પૂછો છો કેવી તમારી હસ્તી

 જીવવા કાજે વેચવા માટે કઈ નથી 'ર્યું  બાકી

તનમન ખતમ થયા હવે આતમની ચાલે વાતો

 

કશામાં નહિ ને બસ હવે નશામાં મળે સથવારો

ઉપવાસ કેવા, શાના રોજા, મારે રોજનો સંથારો

કાલ ને ખાતર આજની ચાલે કાલથી વાટાઘાટો

 

થાકેલા મનની ચીસોથી સર્જાતો સન્નાટો

જાગે છે અહી રાતો ને ઊંઘે છે ફૂટપાથો 

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન