જુનો ડર

 

જૂની નિષ્ફળતાનાં પુનરાવર્તન નો ડર !

સ્થળ નવું, સમય અલગ,

વાત અલગ અને તૈયારી ય ઘણી

તો’ય જુનો ડર પાછો આવે !

આવ, ભાઈ. બેસ, પાણી પી.

આવ્યો તો સારું કર્યું, પણ

હવે અહિયાં અત્યારે તારું કામ નથી

અત્યારે જતો રહે, પણ

કામ પડે ત્યારે,

નવા સમયે, નવા સ્થળે, નવા કારણે

આવતો રહેજે.

તારી જરૂર છે, તને આવકારો છે જ!

પણ, અકારણે અને અસ્થાને નહિ!!

Comments

Popular posts from this blog

ડર

સુગરી

ભગવાન