પાંજરાના પંખીનો ફડફડાટ
યુ.એન. કમ્પાઉન્ડ[1]માં રહેતા લોકો
પોતાને સુરક્ષિત માને.
પણ, આઝાદી અને સુરક્ષા
બે અલગ છે, અને બંને જરૂરી છે.
જેલના કેદીઓ
કબરની અંદરના શબો
સુરક્ષિત છે, આઝાદ નહિ.
પીંજરું ગમે તેટલું મોટું હોય,
ગળાપટ્ટો ગમે તેટલો લાંબો હોય,
બંને સુરક્ષા આપે, આઝાદીની કિંમતે!
ગીરના નેસડે રહેતી ભેસો
કઈ કેટલું શીખવે !!
માલધારી ભેસને સુરક્ષા આપે, અને આઝાદી પણ
ઝોંકમાં રાખેલી કે જંગલ ફરતી ભેંસો
ક્યારેય બાંધેલી નાં હોય !
[1] UNOCA કમ્પાઉન્ડ કાબુલ, અફઘાનિસ્તાનમાં આવેલી જગ્યા છે. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાવાળી આ વસાહતમાં વિશ્વસ્તરે કામ કરતી UNને લગતી બધીજ સંસ્થાઓની ઓફીસ અને સ્ટાફને રહેવાની સુવિધા છે.
Comments
Post a Comment